નો રીટર્ન-૨ ભાગ-૫૧

(331)
  • 7.5k
  • 15
  • 5k

નો રીટર્ન – ૨ ભાગ – ૫૧ હું ધણી વખત અસહજ રીતે વર્તું છું. ભૂતકાળનો મારો લઘુતાગ્રંથી ભર્યો સ્વભાવ આજે પણ ક્યારેક મારી ઉપર હાવી થઇ જાય છે. આજે પણ જૂઓને, ક્રેસ્ટોને જોઇને મને કંપારી વછૂટવા લાગી હતી. એ માણસ ગજબ રીતે ખામોશ રહી શકતો હતો, અને તેની ખામોશી પાછળ છૂપાયેલી ક્રૂરતાનો અંદાજ લગાવવા હું અસમર્થ હતો. હું એ ખામોશીથી ડરતો હતો. સાચું કહું તો તેનો વિશાળકાય દેહ જોઇને જ હું બિલકુલ અસહજ બની ગયો હતો. ભગવાન ન કરે અને ક્યારેક એવો સમય આવે કે મારે તેનો સામનો કરવો પડે, એવી પરીસ્થિતી વિશે વિચારતાં જ મારા ગાત્રો ઢીલા પડી