સૌભાગ્ય...

(53)
  • 2.4k
  • 5
  • 787

            અરીસા સામે ઊભેલી મૈત્રીએ અવાજ સાંભળ્યો અને જાણે તંદ્રામાંથી ઉઠી ,"મૈત્રી મોડુ થશે બેટા "!નીચેથી અમીબેન નો અવાજ સંભળાયો, તે સાથે જ દુપટ્ટો લઈ વાળ બરાબર કરી પર્સ હાથમાં લઈને મૈત્રી નીચે ઉતરી અમીબેન ના હાથ માંથી ટિફિન લઈને તે અંદર મનહરભાઈ પાસે ગઈ તેમને પગે લાગીને ઘરની બહાર નીકળી.            મુંબઈ ની ગરમી અને બાફ ....મૈત્રીને આજે આ વાતાવરણ વધારે બોઝિલ લાગ્યું. મન ઉદાસ હતું છતાં આજે તેને ઘરે રહેવાની ઈચ્છા ન થઈ ,તે ફટાફટ સ્ટેશન તરફ ચાલવા લાગી .મૈત્રીનો આ નિત્યક્રમ હતો .મૈત્રી .....૨૮ વર્ષ ની સુંદર યુવતી