નો રીટર્ન-૨ ભાગ-૫૦

(327)
  • 7.7k
  • 7
  • 4.7k

નો-રીટર્ન-૨ ભાગ-૫૦ અમે એમેઝોન રેઇન ફોરેસ્ટ રિઝર્વ એરીયામાં પ્રવેશી ચૂકયાં હતાં. આ ફોરેસ્ટ વિસ્તાર સમગ્ર દુનિયાનાં તમામ વન વિસ્તારને આપસમાં સાંકળવામાં આવે તો તેનાંથી પણ બે ગણાં મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. દુનિયાનાં એક તૃતિયાંશ(૧ ૩) જીવો અહીં વસે છે. જેમાનાં કેટલાક તો અતી દુર્લભ છે જેનાં વિશે કયારેય કોઇએ સાંભળ્યું પણ નહીં હોય. એવા રહસ્યમય જીવો આ જંગલમાં જોવા મળે છે. આજથી લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એમેઝોનનાં જંગલો અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે. એમેઝોન એક ગ્રીક શબ્દ છે જેનો મતલબ ફિમેલ વોરીયર અથવા લડાકું મહિલા એવો થાય છે. આ જંગલ વિસ્તાર અંદાજે ૫૫(પંચાવન) લાખ વર્ગ કિલોમીટરનાં એરીયામાં ફેલાયેલો