'અરે આભા ,તું ક્યારે આવી '?ગીતા માસી એ પ્રશ્નાર્થ ચહેરે આભા ને પૂછયું .'આ હમણાં જ આવી ગીતુડીડીડી' .....એમ મજાકિયા સ્વરમાં આભા એ જવાબ આપ્યો.એટલે આભના મમ્મી આશા બેન આભા ને ખીજાયા ,….. 'આભા મોટા સાથે આવી રીતે વાત થાય, હજીય નાનકી બને છે તો '. ત્યાં તો ગીતામાસી બોલી પડ્યા , 'અરે આશા તું ય શું? આપણી આભલી તો આવી જ છે પેલ્લાથી એનું શું ખોટું લાગે' .હા! આભા એટલે હસતી રમતી નાચતી કુદતી ને ભારે બોલકણી .....આખીય શેરી એને “લપલપીઓ કાચબો” કહે . આભનું આગમન થાય એટલે આખી શેરી ને ખબર પડે કે આભાજી આવી ગયા .આભા તો