ભેદી ટાપુ - ખંડ બીજો - 4

(283)
  • 11.7k
  • 12
  • 7k

સવારના છ વાગ્યે, ઉતાવળે નાસ્તો કરીને, બધા પશ્વિમ કિનારા તરફ નીકળી પડવા તૈયાર થયા. પશ્વિમ કિનારે પહોંચતાં કેટલો સમય લાગશે? હાર્ડિંગ ધારતો હતો કે, લગભગ બે કલાક લાગશે. રસ્તો ખરાબ હોય તો વધારે સમય લાગવાનો સંભવ હતો. આ પડાવ ફ્રેન્કલીન પર્વતથી ત્રણ માઈલ દૂર હતો. તેઓ પશ્વિમ કિનારા તરફ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. નીકળતાં પહેલાં તેમણે હોડીને એક ઝાડ સાથે મજબૂત બાંધી દીધી. પેનક્રોફ્ટ અને નેબે બે દિવસ ચાલે તેટલી ખાવાની સામગ્રી સાથે લઈ લીધી.