તમે આગળના ભાગ- 3 માં જોયું કે સ્મિતા એક હોટલના ગેસ્ટહાઉસ માંથી મળે છે..સ્મિતા એકવાર પિતાની ઇજ્જત નો ખયાલ કરીને અમિત સાથે ઘરે જવાની ના પાડે છે...હવે આગળ સવારનો ઉદય થવામાં હજી થોડી વાર હતી.સૂરજ હજી ઉગ્યો ન હતો, સલિમભાઇએ અમને ગામની ભાગોળે ઉતાર્યા. મે કહ્યું “સલિમભાઇ તમારો આભાર” અરે ઇશમે આભાર કિસ બાતકા. ઇંસાન ઇંસાનકે કામ નહિ આયેગા તો કોણ આયેગા? અચ્છા ચલો મે ચલતા હું.” કહેતા તેમને રીક્ષા હંકારી મુકી.. અમિતે સ્મિતાને હિંમત આપવા તેનો હાથ જાલેલો હતો, આજે ગામના લોકો પણ જરૂર કરતા વધારે વહેલા જાગી ગયા હતા.આખું ગામ સ્મિતાને કઇક અલગ જ નજરથી નિહાળી રહ્યું હતું." ના