કારગિલ ! નામ તો સુના હી હોગા. હા, ૧૯૯૯માં ભરતોય સેનાએ ખૂંખાર યુદ્ધ ખેલી, બહાદુરીની મિસાલ કાયમ કરી એ કારગિલ, અનેક નરબંકા અફસરો-જવાનો માતૃભૂમિ ખાતર જ્યાં ખપી ગયાં એ કારગિલ ! ‘ખજાનો’ના લેખિકાએ વેકેશન દરમિયાન ત્યાંની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે તેમને થયેલાં અનુભવોને તેમણે અહીં લેખમાં તાદ્દશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારગિલની લડાઈ ! આપણાં સૌ માટે ગર્વની લડાઈ ! કઈ રીતે આપણાં નરબંકાઓએ દુશ્મનોના દાંત ખાટાં કરેલાં, એ યાદ કરવાનું યુદ્ધ ! આ યુદ્ધભૂમિની સાક્ષી બનવા હું પહોંચી, કારગિલ વોર મેમોરિયલ. એ જગ્યાને આપણે કારગિલ સમજીએ છીએ, પણ ખરેખર તો એ કારગિલથી પહેલા આવેલા