અવ્યવસ્થીત શિક્ષણ વ્યવસ્થાશાળા કે કોલેજમાં પુસ્તક ના લઈ ગયાં હોઇએ તો શિક્ષક ક્લાસરૂમની બહાર કાઢી મુકે. એનો અર્થ એ થયો કે પુસ્તક વીના શાળા અને કોલેજનો કોઈ અર્થ નથી. આજની શાળા-કોલેજોમાં જ્ઞાન, સંસ્કાર અને સારાં વીચારો કરતાં પુસ્તકોનું વધારે મહત્વ છે. ખરેખર આ જોતાં લાગે છે કે આજની શિક્ષણ વ્યવસ્થા તદન બેકાર છે. જ્યાં પુસ્તક લાવનારને અને વાંચનારને શિક્ષિત ગણવામાં આવે છે. પરંતુ સંસ્કારોને સાથે લઈ શાળા અને કોલેજ જેવાં વિધ્યાના મંદિરોમાં પ્રવેશ કરનારનું કોઈ જ મહત્વ નથી. આ એક એવું મંદિર છે જ્યાં વ્યક્તિની કાબેલીયત અને વીચારોને નહીં પણ કાગળના પત્તાંઓને આવકારવામાં આવે છે. લેક્ચરમાં જઈએ અને શિક્ષક પુછે