સેલ્ફી ભાગ-8

(346)
  • 5.4k
  • 8
  • 2.8k

સેલ્ફી:-the last photo Paart-8 કિચનમાં જોયેલ દ્રશ્ય જોઈને ડરી ગયેલ કોમલ જેમ-તેમ કરી શુભમનાં રૂમનાં દરવાજે પહોંચી..હળવેકથી એને શુભમનાં રૂમનો દરવાજો નોક કર્યો..બે ત્રણ વાર દરવાજો નોક કરતાંની સાથે શુભમે આંખો ચોળતાં દરવાજો ખોલ્યો..દરવાજો ખોલતાં જ એને કોમલ ને ત્યાં ગભરાયેલી અવસ્થામાં બારણે ઉભેલી જોઈ એટલે શુભમ સમજી ગયો કે કોમલે ફરીવાર કંઈક જરૂર જોયું હોવું જોઈએ. શુભમે હાથનાં ઈશારાથી કોમલ ને અંદર આવવા કહ્યું..કોમલ ને શાંત રહેવાનું કહી શુભમે પૂછ્યું. શું થયું..આજે ફરીવાર રોબિન ને જોયો..? ના રોબિન ને તો નથી જોયો પણ કિચનમાં.. ખચકાતાં ખચકાતાં કોમલ આટલું માંડ બોલી શકી. શું થયું કિચનમાં..બોલ તો ખરી.. કોમલ નાં