નો-રીટર્ન-૨ ભાગ-૪૮ મંત્રમુગ્ધ બનીને હું અનેરીને નિહાળી રહયો. હજુ હમણાં જ અમે રાતનું ભોજન પતાવ્યું હતું. કાર્લોસને એક વાતની તો દાદ દેવી ઘટે તેમ હતી... કે તેની મહેમાનગતી અદ્દભૂત હતી. ભલે તેણે અમને રીતસરનાં તાબામાં રાખ્યાં હોય છતાં, અમારા રહેવા, જમવાં કે અન્ય બાબતોમાં કોઇ બંદીશ ફરમાવી નહોતી. એવું લાગતું હતું કે જાણે અમે બધા ભેગા મળીને કોઇ લાંબી રજા માણવા અથવા તો પીકનીક મનાવવા જઇ રહયા છીએ. કાર્લોસ અને તેની ટીમ તરફથી હજું સુધી અમારી કોઇ ખોટી કનડગત થઇ નહોતી એની તાજ્જુબી મને થતી હતી. અમે સાથે જ ડીનર લીધું હતું અને પછી બધા પોતપોતાના કમરામાં ચાલ્યા