પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૧

(50)
  • 5k
  • 4
  • 2.5k

                          પોતાના પતિના બાપીકા ઘરમાં રાધાબહેન છેલ્લા થોડા દિવસથી રહેતાં હતા. એમણે સાફ સફાઈ કરીને ઘર એટલું સુઘડ બનાવી દીધું કે જોનારને ખબર પણ ન પડે કે આ ઘર વર્ષોથી બંધ હતું . વાળીચોળીને આંગણું ચોખ્ખું બનાવી દીધું.                         પંદરેક દિવસમાં તો રાધાબહેન પોતાના સ્વભાવ મુજબ જાણે હરિપુર ગામની હવામાં ઓગળી ગયાં હતાં. એમનું વ્યક્તિત્વ જ એવું હતું. પ્રેમાળ સ્વભાવ, મધુર હાસ્ય, વાતચીત કરીને સામેવાળાને એનું દુઃખ ભૂલાવી દે એવી વાણી – આ બધું રાધાબહેનની વિશેષતા હતા. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે પોતાને અને પોતાના પાંચ વર્ષના દિકરાને રડતાં