પ્રવાહ સાથે પ્રીત...

(18)
  • 5.3k
  • 2
  • 1.4k

છેલ્લા બે દિવસથી સતત વરસતો વરસાદ બંધ થવાનું નામ નોહતો લેતો. સર્વત્ર પાણી ફરી વળ્યું હતું. પવનના ભયાનક સુસવાટાઓથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. ઘરોમાં પુરાયેલા લોકોના જીવ ફફડી રહ્યા હતાં. કઠણ છાતીના લોકો માટે પણ ઘરની ભાર નીકળવું મુશ્કેલ હતું. ઈન્દ્રદેવ જાણે મહાપ્રકોપ વરસાવી રહ્યા હોય તેમ અનરાધાર વરસી રહ્યા હતાં. બીચારા નિર્ધાર બનેલા કેટલાંય લોકો જ્યાં ત્યાં ફસાયેલા હતાં. નદીઓ ગાંડીતૂર બની વહેતી હતી. દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ ભયની ઘંટડી વગાડી રહ્યું હતું. સમયસુચકતા વાપરી માછીમારો એ પોતાની બોટોને કિનારે લંગારી દીધી. આ ભયાનક વાતાવરણમાં માછીમારી કરવું અસંભવ જેવું જ હતું. દરિયાની ખાડીમાંથી જાણે ઘોડાપુર ઊમટી પડ્યા હતાં.