પ્રેમમાં તો પાગલ થવાનું હોય છે, બંધ આંખે બધું જોવાનું હોય છે. દર વર્ષે આપણે ૧૪ ફેબ્રુઆરી 'વેલેન્ટાઈન ડે'તરીકે ઉજવીએ તો પ્રેમ વિશે થોડી વાતો કરીએ. પ્રેમ એટલે પ્રકૃતિને એનો સુંદર ખોળો, પ્રેમ એટલે માતાની ઝરમર આંખડી, પિતાની બાથ, બહેનની બાંધેલ હાથે રાખડી, પ્રેમ એટલે જીવનની સાધના, પ્રેમ એટલે પત્નીનો કોમળ હાથ, પ્રેમ એટલે ઈશ્વરે મોકલેલો માણસો માટેનો અદભૂત અનુભવ આ અનુભવમાં નદીની ભીનાશ છે, ફૂલોની સુગંધ છે, સૂર્યનું તેજ છે. શિયાળાનો ભેજ પણ છે, હવાનો સ્પર્શ છે તો વરસાદનું વહાલ છે. વૃક્ષનો છાંયાડો છે. પ્રેમ