જિંદગી એક્સપ્રેસ

  • 3.6k
  • 1
  • 841

૧. કાગળની હોડી આવરે વરસાદ ઢેબરીયો વરસાદ , ઉની ઉની રોટલીને કારેલાનું શાક.. નાનપણમાં હું આ ગીત બહુ ગાતી. હજુ તો વાદળ જ ઘેરાયા હોય પણ આ કડીનું રટણ ચાલુ થઇ જાય. ગીત ગાતા જોઇને મમ્મી પૂછે પણ ખરા કે ચાલો તો આજે કારેલાનું શાક બનાવીએ ને !! ના રે ના , મમ્મી... એ તો ખાલી કહેવાનું હોય બાકી કારેલાનું શાક તો કઈ થોડું ખવાય ! કેટલું કડવું લાગે ! (પરંતુ આજે આ વાતને કી અવકાશનું સ્થાન નથી.) મસ્ત મજાની પછી નોટબુકમાંથી ચોરસ કાગળનો ટુકડો ફાડતા અને ધાબા ઉપર જતા. પછી જ્યાં ખાબોચિયું ભરેલું દેખાય એમાં હાથથી ધક્કો મારીને હોડીને