નો રીટર્મ-૨ ભાગ-૪૭

(331)
  • 7.9k
  • 5
  • 5.2k

નો-રીટર્ન-૨ ભાગ-૪૭ પુરાતન કાળમાં યુધ્ધનાં મોરચે સમરાંગણ ખેલવા જતાં કોઇ મરહટ્ટા લડવૈયાઓ, યોધ્ધાઓની માફક અમારો એક અજીબ કાફલો હોટલ સેન્ટો રીબેરોનાં પાર્કિંગ સ્લોટમાંથી રવાના થયો ત્યારે કોઇને કલ્પના સુધ્ધા નહોતી કે આ સફરનો અંજામ શું આવશે...! કાર્લોસ અને તેની ટીમ કોઇ અજીબ વિચિત્ર ખ્વાબમાં વિહરતી હતી જાણે કે ખજાનો બસ તેમનાં હાથવેંત દુર હોય, અને જંગલમાં જઇને ફક્ત તેની ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનું જ બાકી હોય. દુનિયાભરનાં કાળા કામો કરીને લખલૂંટ દૌલત તેણે એકઠી કરી હોવા છતાં તેનાં મનમાં હજુ વધું ધનવાન થવાની એષણા ઉછાળા મારતી હતી. કદાચ એવી જ મનોદશા આ સફરમાં જોડાનારા બધાની હતી. મારું પણ એવું