તને અમારી દોસ્તીના સમ

(27)
  • 2.4k
  • 6
  • 597

    'પાયલ, તું ક્યાં સુધી રમીશ'?મા એ કંટાળી છેલ્લી વાર બુમ પાડી.       'એ આવીએ.... મા હમણાં ,બસ છેલ્લો જ દાવ છે',...નિશાંતે જવાબ આપ્યો.         હમેંશની જેમ સવાલ પૂછાય  નિશાંતને તો જવાબ પાયલ આપે અને પાયલને પૂછાય  તો નિશાંત .હા! આજે એ જ પાયલના લગ્ન છે.ગામ આખું કુતુહલવશ એમાં સામેલ છે .કેમકે ગામની એકેય ગલી એવી બાકી નહિ કે જ્યાં આ બે ટાબરિયાં રમ્યા, ભમ્યા- રખડયા ન હોય .એવો એકેય ઓટલો નહિ કે જેના પર એ નાના પગલા પડ્યા ન હોય.             દસ વરસની એ બાળકી ગામ આખાની લાડકીને સૌથી વધુ લાડકી પેલા અલ્લડ અગિયાર વર્ષના નિશાંતની .હા!બંને પાડોશી એટલે પાક્કા મિત્રો ,એકબીજા વગર