“પીંજરું.”

(13.2k)
  • 4.7k
  • 2
  • 1.1k

“પીંજરું.” મીઠું પીંજરામાં પણ ખુશ હતી. ત્રણ મહિનામાં એ આશાની ભાષા સમજવા લાગી. એના આદેશો અનુસરવા લાગી. “મીઠું” નામ આશાએ જ પાડ્યું હતું. ત્રણ મહિના પહેલા મીઠુંને ઉડાડવા માટે એના પપ્પા લાવ્યા હતા. પણ હવે આ મીઠું કેમની ઉડે? આશાને પણ મીઠુંની આદત પડી ગઈ હતી. મીઠું જેવા વીસ પક્ષીઓ ઉડાડ્યાનો અનેરો આનંદ આશાને હતો. પીંજરામાં રહેલ પક્ષી આશાને બિલકુલ પસંદ ન હતા. આશા સાત વર્ષની થઇ ત્યારે એના પપ્પા જન્મદિવસના કેક અને સાત કેન્ડલ લાવ્યા હતા. પણ તે દિવસે જીદ કરીને આશાએ સાત પક્ષીઓ મંગાવ્યા હતા અને ખુબ ઉત્સાહથી એને ખુલ્લા આકાશમાં ઉડાડ્યા હતા.