કપાયેલી પતંગ

(11)
  • 4.1k
  • 5
  • 718

કપાયેલી પતંગ ઉંચે આકાશ માંથી કપાયેલી એ પતંગ પવનની ધીમી લહેરખીએ લહેરાતી લહેરાતી લગભગ સવજીકાકાના ખેતરમાં જઈને પડી. એટલે હું જપાક દઈને છત પરથી નીચે ઉતરી સવજીકાકાના ખેતર ભણી દોડ્યો. ખેતરમાં ઘણુંબધું વાવેતર કરેલું હતું એટલે પતંગ મને ક્યાંય દેખાણી નહીં. સવજીકાકાનું ખેતર મારાં ઘરની બિલકુલ પાછળની બાજુએ હતું. સવજીકાકા ઝુંપડીમાં કંઈક કામ કરતાં હતાંક મેં તેને બહાર ન દીઠા એટલે ઝુંપડીમાં ડોક્યૂં કરીને સાદ પાડ્યો!સવજીકાકા.....મારો આ અવાજ કાકાનાં કાને પડતાંની સાથે જ તે બહાર આવ્યાં અને મને ખેતર આવવાનું કારણ પુછ્યું.કાકા મારી પતંગ કપાઈને તમારાં ખેતર ભણી આવી છે તમે જોઈ?ના દીકરા મેં તો કોઈ પતંગ આ તરફ આવતી નથી