નો રીટર્ન-૨ ભાગ-૪૫

(333)
  • 7.5k
  • 9
  • 5.1k

નો-રીટર્ન-૨ ભાગ-૪૫ દક્ષીણ અમેરિકાનો નક્શો જોશો તો એ ઉંધા શંખ આકારનો જણાશે. જેની પૂર્વમાં એટલેટીંક મહાસાગર છે અને પશ્વિમમાં પસેફિકની સમુદ્રધૂની આવેલી છે. આ બે મહાસાગરો વચ્ચે લેટીન અમેરિકા સચવાયેલું છે. જેનો અડધો ભૂ ભાગ તો એકલા બ્રાઝિલે જ રોકયો છે. બ્રાઝિલની પૂર્વ સીમા નોર્થ અને સાઉથ એટલેન્ટીક મહાસાગરને મળે છે જ્યારે પક્શ્વિમ તરફનો આખો વિસ્તાર કોલમ્બીયા, વેનેઝુએલા, પેરુ, બોલીવીયા, પરાગ્વે, આર્જેન્ટીના અને ઉરુગ્વેની સરહદ સાથે જોડાયેલો છે. આમ બ્રાઝિલની એક સાઇડે સમુદ્ર છે તો બીજી બાજુ તેની સરહદ ઘણાબધા દેશોની સરહદો સાથે જોડાયેલી છે. અમારે બ્રાઝિલની પૂર્વે આવેલા રી-ડી-જાનેરોથી આખુ બ્રાઝિલ વીંધીને પશ્વિમે આવેલા બોલીવીયાનાં ગાઢ જંગલોની