સમાધાન...

(30)
  • 2.7k
  • 3
  • 891

પ્રિયા આજ નિવૃત્ત થઈ. વિદાઈ સમારંભ પછી સ્નેહ મિલન પતાવી સૌનો આભાર માની ..ઘર તરફ પ્રયાણ કર્યુ.. તેની લકઝર્યસ ગાડીને પાર્ક કરી.. ચાવીથી ઘર ખોલી ઘરમાં પ્રવેશી.. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. કોફીમેકરમાં કોફી બનાવી. ત્યાં તેની કેર ટેકર આવી, શાકભાજીને કરિયાણું રસોડામાં મૂકી, "બેન, કાલથી તમે શું કરશો? હવે આખો દિવસ કેમ પસાર કરશો..?"પ્રિયાના માથામાં કેસરબેનના શબ્દો હથોડાની જેમ વાગવા લાગ્યાં...તે ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ.. બહાર  ગાર્ડનમાં આવી ..હિંચકા પર સ્થાન જમાવ્યૂં..  કોફી પીતાં પીતાં તે ભૂતકાળની યાદોમાં સરકી ગઈ.તેની સામે તેનો ભૂતકાળ ચિત્રપટની જેમ પસાર થવા લાગ્યો..માતા પિતાના ત્રણ સંતાનમાં સૌથી મોટી..અને તેના પછી બે નાના ભાઈ..બચપણ ખૂબ જ સરસ