નો રીટર્ન-૨ ભાગ-૪૪

(329)
  • 8.4k
  • 5
  • 5.1k

નો-રીટર્ન-૨ ભાગ-૪૪ તે દિવસે સાંજે ઘટનાઓ બહું ઝડપથી ઘટી હતી. મારા ભયાનક આશ્વર્ય વચ્ચે અનેરીએ કાર્લોસને વિનીતને સાથે લઇ જવા સહમત કર્યો હતો. તેણે ફોન ઉપર જ એ કામ પતાવ્યું હતું. મારી સખત નારાજગી છતાં અનેરી તેનું ધાર્યું જ કરતી રહી હતી. મને એ સહેજે પસંદ આવ્યું નહોતું છતાં હું કશું કરી શકયો નહોતો. અથવા કરી શકતો નહોતો. તેને નારાજ કરવાનું મને સહેજે પસંદ નહોતું સાચું કહો તો અનેરીનાં દાદાને છોડાવવામાં મેં જે ભાગ ભજવ્યો હતો એનાં ઉપકારવશ થઇને પણ અનેરીએ મારી વાત સાંભળવી જોઇતી હતી. છતાં કોણ જાણે કેમ, તે વિનીતને છોડવા તૈયાર જ નહોતી. પણ ખેર...