સુરતમાં રાજુનું પહેલું ચુંબન Chapter B

(22)
  • 3.5k
  • 2
  • 703

CHAPTER : "B" “પ્રેમમાં શહેર હોય છે અને શહેરમાં પ્રેમ હોય છે,એટલે જ શહેરના Café ધમ-ધમતા ચાલે છે….” પાયલે ‘સસુરાલ સીમર કા’ સિરિયલ જોવાનું બંધ કરી અને ‘પ્યાર તુને ક્યાં કિયા’ જોવા લાગી અને કાલ્પનિક વાર્તામાં તૂટતા પ્રેમને જોઈ આંખમાંથી આંસુ પાડવા લાગી, સોશિયલ મીડિયામાં યો યો હની સિંગનો મોટો ફેન ‘રાજુ’ અંકિત તિવારીના ‘ફેન લિસ્ટમાં’ પરિવર્તિત થઈ ગયો. બંને પ્રેમીપંખીડાને સૂર્યના ઉદયનો સમય ગોખાય ગયો, દૂધ લેવા જવામાં આળસ કરતી પાયલ હવે ઉતાવળ કરવા લાગી. આખો દિવસ મસ્તી-મજાક કરતો રાજુ પ્રેમ-સંગીતના વહેમમાં એકાંત બનવા લાગ્યો. બંને સમજી જ