તરસ.

(37)
  • 4.5k
  • 3
  • 1.1k

શિયાળો પૂરો થાય એટલે એજ ચાર રસ્તા પર પરબ ચાલુ થઈ જાય. અહિ આવેલાં એક બાવળ નીચે વાંકાચૂકા બાવળના ચાર પાયા ખોડી,તેની ઉપર આડા લાકડા બાંધી, તેનાં પર લાલ ચટટક જેવા બે માટલા મુકેલા હોય.બાવળના છાંયે શણ નો કોથળો પાથરીને ડોશી મા બેઠા હોય.ડોશી મા નો પહેરવેશ કાઠીયાવાડી મોટી ઉંમરની સ્ત્રીઓ જેવો. કાળાટપકાં વાળો સાડલો, થેપાડું ને કાપડુ. કોને ખબર ડોશી મા ક્યારે આવી જતા હશે? પરંતું સવારે જ્યારે નીકળો ત્યારે તેં હાજર જ હોય.માટલા ,બુજારા,ગ્લાસ ને લોટા ઉટકિ..ઉટકિ ને ઉજળા રાખે.બાવળના છાંયે વટેમાર્ગુ ને બેસવા માટે પણ કોથળો પાથરેલો હોય.આજુબાજુ દાંત ખોતરવા પણ સળી