થોર ફાડી ઉગ્યુ ગુલાબ

(24)
  • 4.1k
  • 4
  • 833

“હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ , નિરજા….” એક સરસ મઝાના સ્માઇલ સાથે નિલયે નિરજાને વીશ કર્યુ. “હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ.. નિલય” એવા જ મસ્તીભર્યા સાદે નિરજાએ નિલયને પ્રતિસાદ આપ્યો. હવે આ જોઇને કોઇને પણ આમાં કશું જ નવું કે અસામાન્ય તો ના જ લાગે.. અને લાગે તો જ નવાઇ. કારણ કે ૨૧મી સદીના સ્માર્ટ , ગુડ લૂકીંગ અને વેલ સેટલ્ડ કપલ માટે આ કોઇ નવિન- રોમેન્ટીક કે કલ્પના બહારનો સંવાદ તો નહોતો જ. નિરજા કે નિલય સાથે અગંત કે ઔપચારિક મિત્રતા ધરાવતા મિત્રવૃંદ માટે તો આ મેઇડ ફોર ઇચ અધર કપલ હતું કે જેમની સૌને ઇર્ષ્યા આવતી.હદ બહારની