બંધન...

(41)
  • 6.8k
  • 3
  • 2.7k

પતંગ મને કહે છે કે, “કોણ કહે છે કે હું દોરી થી બંધન અનુભવું છું ? આ બંધન માં મને જે આઝાદી નો અનુભવ થાય છે એ બંધન વગર ની આઝાદી માં નથી થતો.કોક ના હાથ ની દોરી થી બંધાયેલી છું એટલે જ તો બેફિકર બની ને હવા માં મુક્ત ઊંડું છું.. કેમ કે મને ખબર છે મને સાચવનાર, સંભાળનાર દોરી કોક ના હાથ માં છે. મારે મન આ દોરી નું બંધન કોઈ બંધન નથી, પણ આજ મને આઝાદી ના પરવાનગી જેવું લાગે છે. એવું પણ નથી કે મને ક્યારેય મારી ચિંતા નથી થતી, મને ચિંતા ત્યારે થાય છે જયારે હું કોઈનાય હાથ માં નથી રહેતી એટલે કે કપાઈ જવ છું. ત્યારે મને ચિંતા એ વાત ની થાય છે કે હવે મને કોણ ઝીલશે?