બીજે દિવસે ૨૨મી મેએ, તેઓ નવા રહેઠાણમાં વ્યવસ્થા કરવા ગયા. હકીકતે તેઓ ગુફાની સાંકડી જગ્યામાંથી ગ્રેનાઈટ હાઉસની વિશાળ જગ્યામાં જવા આતુર હતા. ગુફાને તેઓ સાવ છોડી દેવાના હતા. ઈજનેર તેમાં કેટલીક વસ્તુઓ બનાવવા માંગતો હતો. કપ્તાને પહેલાં તો ગ્રેનાઈટ હાઉસનો બહારનો ભાગ ક્યાં આવે છે તે જોવાનું નક્કી કર્યું. તે દરિયાકિનારે ગયો અને ફાંકુ પાડતી વખતે સ્પિલેટના હાથમાંથી ત્રિકમ પડી ગયું હતું તેની શોધ કરી. કેટલાક જંગલી કબૂતરો એ કાણામાંથી આવ-જા કરતાં હતાં.