સુરતમાં રાજુનું પહેલું ચુંબન Chapter A

(32)
  • 3.1k
  • 5
  • 919

CHAPTER_ A ‘શહેરમાં પ્રેમ હોય છે કે પ્રેમમાં શહેર હોય છે’ આની સમજણ તો માત્ર પ્રેમી પંખીડાને જ હશે. હા, વાત માંડીને કહું… #The_City_Of_Sun એટલે કે સુરત શહેરમાં 400 કિલોમીટર દૂર આવેલ અમરેલીના એક નાનકડા ગામ ‘તોરણપુરમાંથી’ રાજુ મકવાણા રોજગારની શોધમાં આવ્યો. પૈસાથી ગરીબ માઁ-બાપને જોઈ, ગામની સરકારી શાળામાં બાર ચોપડી ભણ્યા પછી કોલેજની પીપુડી વગાડ્યા વગર ત્રણ-ચાર રૂપિયા કમાવવાનો નિર્ણય લીધો. રાજુને સાચું માર્ગ-દર્શન આપવાના અર્થે આવેલ મામા-મામી, ફઈ-ફુફા અને ગામના દસ ચોપડી ભણેલ વડીલો સારું સારું જમીને ચાલ્યા ગયા પણ રાજુ ‘ન એક માંથી બે થયો કે ‘ન બાર માંથી પંદર. ગામના મોટા ભાગના યુવાનો