નોટબુકનું પત્તુ !

(15)
  • 2.4k
  • 3
  • 930

રેલવે જંકશન ભાવનગરથી ' લોકલ ' રેલગાડી એ સુ:નગર જવા હડી કાઢી . સવારના પાંચનું ભળભાખળું થઈ ગયું'તું . શિયાળાની ઠંડીએ ભાવેણાને ગોદડીમાં લપેટી દીધું હતું . ક્યાંક ક્યાંક તાપણા સળગતા હતાં . કદાચ ભાવેણાના કેટલાંક વાસીઓ એમની લાચારીને સળગાવી તાપવાનાઓ પ્રયત્ન કરતા હતા . આજુબાજુ નાં લોકો રેલનાં હોર્ન વાગવા છતાં હજી મીઠી નીંદરમાં હતા . શ્રમની સાદડીમાં સુતેલા હતા ..કદાચ ? પ્લેટફોર્મ પર ઉભરાતી કેટલીક કીડીયારું ને ડબ્બામાં બેસાડી રોજની કોઈ મંજિલ ન હોવા છતાં એ ગાડી બીજાને મંજિલ સુધી પોહચાડવા નીકળી પડી . હજી તો રાત્રીએ હવા ને ચોખ્ખી કરી જ હતી ત્યાં એની મેહનત