વૈવિધ્યપૂર્ણ વાનગીઓ સં- મિતલ ઠક્કર ગ્રીન ઉત્તપા સામગ્રી : ઉત્તપા માટેનું ખીરું ૫૦૦ ગ્રામ (૧ કપ અડદની દાળ, ૨ કપ ચોખા), બાફેલા વટાણા ૧૦૦ ગ્રામ, લીલી ડુંગળી ૨થી ૩ ચમચી, લીલું લસણ ૨થી ૩ ચમચી, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર ચપટી, તેલ જરૂર મુજબ. સર્વ કરવા માટે : નાળિયેરની ચટણી અને સંભાર. રીત : સૌ પ્રથમ ઉત્તપાના ખીરામાં મીઠું ઉમેરવું. ત્યાર બાદ વટાણાને તપેલીમાં બ્લાંચ કરવા. પછી તેને એક બાઉલમાં કાઢી તેની અંદર લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરવું. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ એક નોનસ્ટિક તવી ઉપર ખીરું પાથરી ઉત્તપા બનાવવા અને