ભેદી ભૂતમામા

(37)
  • 3.6k
  • 2
  • 1.3k

દિવાળીનું વેકેશન પડ્યું હતુ. એટલે જગ્ગૂ ભાઈ માસીના ઘરે રજાઓ ગાળવા આવી ગયેલા. ઘરમાં ખુબજ લાડકા હોવાથી એ બધાને ગમતા. ભણવામાં જેટલા હોશિયાર એટલા જ રહસ્યકથાઓ વાંચવાના શોખીન. નીત નવા પુસ્તકો વાંચે.પૂષ્કળ વાંચન ને લીધે એનું મન પાકા જાસૂસ જેવું થઈ ગયેલુ. તેની બુદ્ધિ ધંધાદારી જાસૂસને લજવી મારે એવી હતી.ગામમાં લૂંટફાટ ચોરી ખૂન અપહરણ જેવી ઘટનાઓ ઘટે ત્યાં જગ્ગુ ની હાજરી અચૂક મળે. જગ્ગુ પોતાની રીતે ડાયરીમાં બધી નોધ કરે . પછી તપાસ કરે. અને આખા રહસ્ય પરથી પરદો ઉચકવાની મથામણ પણ કરે. ક્યારેક સફળ પણ થાય તો ક્યારેક નિષ્ફળ ...! મનોરંજન માટે અપનાવેલો શોખ એનું વ્યસન થઈ ગયોધીમ ધીમે