નો રીટર્ન-૨ ભાગ-૩૯

(359)
  • 7.7k
  • 9
  • 5.2k

નો-રીટર્ન-૨ ભાગ-૩૯ એક અસંભવ સમાન લાગતી કહાની હું સાંભળી રહયો હતો. મારા દાદા વીરસીંહ અને અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલ બંને જીગરજાન મિત્રો હતાં એ વાત મારા માટે તો દુનિયાની આઠમી અજાયબી સમી આશ્વર્યજનક હતી. જો એ હકીકત સત્ય હતી તો હજું ઘણુબધું મારે જાણવું હતું કે તેઓ કંઇ રીતે ખજાનાની ખોજમાં નીકળ્યા હતાં અને ત્યાં જઇને તેમણે શું-શું કારનામા કર્યા હતાં. એ વીશે જાણવાની મારી જીજ્ઞાસા તેની ચરમસીમાએ પહોંચી હતી. વળી... સૌથી અગત્યની બાબત તો એ હતી કે જે સ્થળને “ અ પોઇન્ટ ઓફ નો રીટર્ન ” તરીકે લોકો ઓળખતા હતાં એ મોતનાં મુખ સમાં સ્થળે તેઓ પહોચ્યાં હતાં