મધ્યાહ્ને અસ્ત

  • 2.5k
  • 1
  • 965

મધ્યાહ્ને અસ્ત : હૃદય વલોવી નાખતી કથાપિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ, આ બે ભેગું થાય અને આકાશમાં ચઢે ને એની વાદળી બંધાય અને ધોધમાર વરસે...એનું નામ દીકરી.‘દિકરી વહાલનો દરિયો’ અને એ જ વહાલી દીકરી-મેઘાની કરુણાંત કથા એક અભાગી બાપ આલેખે ત્યારે કઠણ કાળજુ ધરાવનારની યે આંખો ભીની થઇ જાય. હમણાં જ શ્રી રમણ મેકવાનના ‘મધ્યાહ્ને અસ્ત’ પુસ્તકના વાંચનમાંથી પસાર થયો. મન સૂન્ન થઇ ગયું. હૃદય હચમચી ગયું. એક બાપ વહાલસોયી દીકરીની વાત પોતાનું હેયું નીચોવીને આલેખે છે. હૃદય સોંસરવા નીકળી જાય તેવાં સાચકલાં સંવેદનો નિરૂપી, પ્રસંગોને કલ્પનાના વાઘા પહેરાવ્યા સિવાય કે અલંકારોના ગાભા વીંટાળ્યાં વિના તદ્દન સાદા વાક્યોની ગૂંથણી