વાંક કોનો?

(27)
  • 2.7k
  • 1
  • 893

ખબર નઈ કઈ વાત ની સજા મડી, મારો તો કોઈ વાંક ના હતો.. મમ્મી પાપા ને છોડી બીજા અંકલ જોડે જતી રહી છે એ વાત હજી હું પૂરી પચાવી પણ નહોતી શકી, પપ્પા પણ જાણે મમ્મી ના જવા ની રાહ માં હોય તેમ, મમ્મી ના ગયા નો અફસોસ કરવા ને બદલે 2 મહીના પેહલા મારી માટે નવી મમ્મી લાવી ચૂક્યા હતા.. ખેર મારી જન્મ દાતા પણ એના ઘર છોડ્યા ના 6 મહિનામાં ક્યારેય મને જોવા પણ આવી ના હતી.. ઝડપથી આગળ વધી રહેલી જિંદગી મારી સમજ ની બહાર હતી.. માત્ર બે માસ પેહલા આવેલી મારી નવી મમ્મી આમ તો સારી હતી, કારણ એ મને પપ્પા ની હાજરીમાં ક્યારેય કામ નઈ કરાવતી, ખીજાતી નહીં કે હાથ નઈ ઉપડતી.. ..