ખડકલો

(19)
  • 3.2k
  • 3
  • 1.1k

તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૦૧, આજે ગોઝારા અને વિનાશકારી ભૂકંપને પાંચ દિવસ જેટલો સમય થયો હતો. મારા કાકાનાં પરિવારનાં ચાર સભ્યો તેમનાં જ મકાનમાં દબાયા હતાં અને તેમની શોધખોળ ચાલું જ હતી. મારી ઉંમર ત્યારે પંદર વર્ષની એટલે હું પણ સવારથી સાંજ ઘરનાં વડીલોની સાથે મારા ઘરેથી નીકળું અને મારા કાકાનું ઘર જે અમારાં ઘરથી થોડું દુર છે તે તરફ  જઈએ અને એમની શોધખોળ ચાલું કરીએ. એવામાં પણ આફ્ટર શોકસ તો આવતાં જ હોય છતાં પણ હિંમતપૂર્વક કામ કરીએ.તેવામાં અચાનક મારા કાકાનાં ઘર તરફ જતાં રસ્તામાં વચ્ચે એક આખી ત્રણ માળની ધરાશાયી બિલ્ડીંગ જોઈ અને ત્યાં પંદર-વીસ માણસોને કાંઇક કામ કરતા