આજની સવાર જ કંઈક અલગ છે. ગુલાબી ઠંડી ની મીઠી લહેરો જાણે મને ઉઠાડતી ન હોય?હાથ માં કોફી નો મગ પકડીને વરંડા માં શાંતિ થી બેઠી બેઠી ગુલાબી ઠંડી માણી રહી હતી.બહારની ઠંડી મારા આત્મા સુધી ઠંડક પહોંચાડતી હતી.ઠંડીનો આનંદ માણતાં માણતાં હું કયારે વિચારોમાં ખોવાઈ ગઈ ખબર જ ના પડી.? કિંજલી.. ઓ..કિંજલી..ચાલ હવે ઘરેેે, બહુ મોડું થઈ ગયુંં, અંધારુ થવા આવ્યું છે ..ચાલ જલદી..નિલેશ ભાઈ ઓટલા ઉપર ઊભા રહી પોતાના કાળજા ના ટુકડો,પોતાની રમવા ગયેેલી દિકરી ને બોલાવી રહયા હતા.એ..આવું પપ્પા..એમ કહેતા દોડી ને કુંંજ નિલેશ ભાઈ ના ખભે ટીંગાય જાય છે.પપ્પા મને ઉંચકો ને...નિલેશ ભાઈ