રાધિકા ને મનીષ ના લગ્ન ને 10 વર્ષ થઇ ગયા હતાં. રાધિકા બધી જ રીતે હોશિયાર છે. રાધિકા જોડે બધું જ છે. પૈસા, એશઆરામ, રૂપ-રંગ દરેક પ્રકાર ની સગવડ છે. રાધિકા ને કોઈ જ અગવડ નહોતી કે કોઈ વસ્તુ ની કમી પણ નહીં... રાધિકા ખૂબ મમતા વાળી સ્ત્રી છે.. બસ તેના જોડે નથી તો, એ છે એક માં બનવાનું સુખ.. જે દરેક સ્ત્રી નું સપનું હોય છે... તેના થી તો સ્ત્રી સ્ત્રી કહેવાય છે... રાધિકા એ ખૂબ જ દવાઓ કરાવી, પથ્થર એટલા દેવ કર્યા, મન્નતો રાખી તો પણ તેનું કોઈજ ફળ ના મળતું. પણ રાધિકા અને મનીષ હિંમત હાર્યા વગર પ્રયત્ન કરતા