હાલતા હાલતા, શામજી જંગલ ની એકદમ મધ્યમાં આવી જાય છે. બપોરના સમયે ભાથું ખાઈ ને એક તળાવ ની નજીક મોટા ઝાડ નીચે શામજી થડ ના ટેકે બેસી જાય છે. એની ભેંસો પણ તળાવ ની નજીક નું ઘાસ ખાવા લાગે છે. થોડી જ વાર માં ઠંડી હવા ની અસર થી શામજી નીંદર માં આવી જાય છે. ભેંસો પણ ચરતા ચરતા જંગલ માં આગળ નીકળી જાય છે. શામજી આમ તો આખો દિવસ ભેંસો ચરાવતો હતો, પરંતુ ગઈ કાલ ના ઉજાગરા ને કારણે તેને નીંદર આવી જાય છે. સમય ઘણો વીતી જાય છે. સાંજ ના સમયે નીંદર પૂરી થતા જાગે છે અને જુએ તો આજુ બાજુ માં ક્યાંય તેની ભેંસો દેખાતી નથી. મુંઝાયેલો શામજી આમ તેમ દોડે છે