નો રીટર્ન-૨ ભાગ-૩૮

(336)
  • 8k
  • 11
  • 5.4k

નો-રીટર્ન-૨ ભાગ-૩૮ આછો કુમળો તડકો બારીમાંથી અંદર પ્રવેશી પ્રોફેસરનાં પગ પાસે પથરાતો હતો. પ્રોફેસર લિજ્જતથી કોફીનાં ઘૂંટ ભરતાં બેઠા હતાં. ચશ્મા હેઠળ ઉઘાડ-બંધ થતી તેમની વૃધ્ધ આંખોમાં ફર્શ ઉપરથી પરાવર્તિત થતાં તડકાનાં કિરણો અજબ રોશની ભરી રહયા હતાં. મારી જેમ અનેરી પણ ખામોશી ઓઢીને તેનાં દાદાને નિરખતી બેઠી હતી. થોડો સમય એમ જ ખામોશીમાં પસાર થયો અને પછી મેં ગળું ખંખેર્યું. “ પ્રોફેસર સાહેબ, કેમ છે તમને...?” એક સાહજીક પ્રશ્ન મેં પુંછયો હતો. પ્રોફેસરે નજર ઉંચકીને મારી તરફ જોયું. તેમનાં ચહેરાં ઉપર હળવી મુસ્કાન ઉભરી. “ વેલ... આ કોફી ઘણી સરસ છે. કોણે બનાવી...? ” મારા પ્રશ્નને