ધોળી આંખ

(17)
  • 3.1k
  • 2
  • 1k

         તેં દીવસે વરસાદી વાતાવરણ હતુ. અમે બાળકોને દરિયા કિનારે પીકનીકમા લઇ ગયા હતાં.બાળકો દરિયામાં આવતાં મોજામાં રમવામાં મશગુલ હતાં.શિક્ષકો તેનાં પર ધ્યાન રાખી રહ્યાં હતાં ને બાળકો ને આગળ જતા અટકાવતા હતાં. બીચ પર દૂર જયાં માણસોની ઓછી અવર-જવર હતી,ત્યાં બે ઘરડા દાદા દરિયા સામે જોઇ ને ગુમસુમ બેઠા હતાં.મને તેનામાં રસ પડ્યો.હુ  ટહેલ તો- ટહેલતો તેં બાજુ ગયો. ગામડા નાં માણસોની ઓળખાણ કરવાની જૂની રીત મુજબ મે કહ્યુ,"રામ.. રામ.. દાદા." તેમણે પણ રામ..રામ..કર્યા.તેમણે મને પુછ્યું, " ક્યાં રે'વૂ જુવાન?" મે તેમને મારી ઓળખાણ આપી.તેં કહેવા લાગ્યા," ઠીક ત્યારે છોકરાઓ ને ફરવા લાવ્યા છો એમ ને?"