ભેંસ અને ગોવાળ

  • 3.1k
  • 1
  • 630

ભેંસ અને ગોવાળ ચાર પાંચ ભેંસ લઈ મેપો ગામના પાદરમાં આખો દિવસ ફરતો . ભેંસોને ઘાસ વાળા વિસ્તારોમાં ચરાવતો અને પાણી પીવાડાવતો સાંજે ભેંસોને દોડાવતો પાછી લઈ આવતો . હાથમાં કડીયાળી ડાંગ , માથા પર રૂમાલ અને ખભે દોણી. એમા રોટલો , મરચું ,લસણની પાંચ છ કળી પડ્યા રહેતા . પગમાં તેલ પાયેલા ચામડાના અણીવાળા બુટ પહેરી મોજમાં નીકળતો જોઈ ઘણાના મો પર એક ઇર્ષ્યાનો ભાવ જાગી જતો . એની કોઈ દરકાર રાખ્યા વિના એ પોતાનું કામ કર્યા રાખતો . મેપાના માબાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા. એક ઘર ને પાંચ નાની પાડીઓ સિવાય કોઈ મૂડી મિલકત