છુટ્ટો સાણસીનો ઘા. ભગીરથ સવારથી કોઈક અગમ્ય સંવેદનાઓમાં પીડાઈ રહ્યો હતો.એને સમજ નહોતી પડી રહી.. કઈ લાગણીઓ એને પીડી રહી છે.ક્યારનો આંખ મીંચી પડી રહ્યો હોવા છતાં એને નીંદર નથી આવી રહી. ધીમો ઠંડો પવન વાઈ રહ્યો છે છતાં પરસેવો થઈ રહ્યો છે.એનાં કપાળે પ્રસ્વેદ બિઁદુઓનુ તોરણ બંધાઈ રહ્યું છે.એણે પરસેવો લૂછવા કપાળે હાથ ફેરવ્યો અને આંખની સહેજ ઉપર રૂઝાયેલાં ઘાનો સ્પર્શ થયો.એજ સાથે એ ભૂતકાળનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયો. “ એય ભગુ...હજી શું કરે છે? .ક્યારનો તોફાન કરે છે તને ક્યારની કહું છું સ્કૂલનું લેશન પૂરું કર પછી રમ..સ્કૂલનો સમય થઈ જશે. બસ આખો દિવસ રમવામાં જ ચિત્ત