ટક્ ટક્ ટક્.... જમવાના સમયે નીત્યની જેમ આજે પણ સ્ટીલના કટોરા નો પરિચિત અવાજ દયાશંકર એ સાંભળ્યો કે તરત જ ત્રાંસી નજરે વાસણ ઊટકતી પત્ની તરફ જોઈ એ ઊભા થયા.'ભંડાર ભરેલો છે તે તમારે પધરાવે રાખો રોટલા..!' પતિને બિલ્લીપગે ઘરમાં જતા જોઈ મીઠી તનકી. તુ એકાદવાર ન ટોકે તો ના ચાલે...? દયાશંકર એ પોતાનો રોષ પ્રગટ કર્યો.ના ના હું શું કરવા ટોકુ તમ-તમારે ભેગો બેહાડી ખવડાવવો.. મજૂરી કરીને તૂટી ગયો છે તે સેવાચાકરી કરો બિચારાની..!દયાશંકર કિનારે વાયુ એક ધારદાર નજર પત્ની તરફ નાખતાં બોલ્યા. કમાવવાની સૂઝ હોત તો કટોરો લઈને તારા આંગણીએ આવ્યો ન હોત. મંદબુદ્ધિનો છે બિચારો કામ બધા