રાજમહેલ

(100)
  • 4.1k
  • 13
  • 1.2k

રાજમહેલ આલોક શર્મા પોતાના શહેરની નામાંકિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈ.સી.યુ વિભાગમાં દાખલ હતો, જેવો એ ભાનમાં આવ્યો તરત જ મલ્ટીપેરા કાર્ડિયાક મશીનના બીપ - બીપ અવાજનો રણકાર તેના કાને પડ્યો, બાજુમાં તેના પરિવારજનો એકદમ દુઃખી અને ચિંતાગ્રસ્ત થઈને તેની બાજુમાં બેઠેલા હતાં.પોતાના હાથમાં સોય નાખેલ હતી તેમાંથી બાટલો ચડી રહ્યો હતો, અને આંગળીમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવા માટે પ્રોબ લગાવેલ હતો, પોતાના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવેલ હતું…આ બધું જોઈને આલોક એકદમ ગભરાઈને પોતાના બેડમાંથી એકદમ બેબાકળો થઈને બેઠો થયો, તેને કંઇ સમજાતું ન હતું કે તે અહીં આ હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો..આલોકનું મન એકદમ વિચારે ચડી ગયું...ખૂબ વિચાર્યું