મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો. હવે આગળ..... ૩. તાંત્રિક્ને અધીરાઇ આવી તાંત્રિક એકદમ શાંત થઈ ગયો હતો, તે શાંત નહોતો તે તેની પૂજામા લાગેલો હતો. તેનુ અશક્ત શરીર તેને સાથ આપતુ નહોતુ છતા તેણે તેના બધા જ શિષ્યો દૂરના અલગ અલગ કાર્યો સોપીને પોતાનાથી અલગ કરી દીધા કેમકે દેવીની પ્રસાદી ભૂલથી પણ તેના કોઇ શિષ્યને મળી જાય તો તે પણ ઘણો શક્તિશાળી બની જાય તેથી તેણે બધા જ શિષ્યોને મોકલી દીધા હતા. ફક્ત રાજા વિક્રમસિંહને બાકી રાખ્યા હતા, તેમની તો