નાનકડી રીટા

(13)
  • 1.4k
  • 590

નાનકડી રીટા રૂમની લાઈટ બંધ થાય તેની રાહ જોતી રીટા થોડી ધ્રુજતી હતી . લાઈટ પપ્પાએ બંધ કરી .રીટાએ માથેથી ઓઢવાનું ઓઢી પેટીકોટના ખિસ્સામાંથી ભાખરી કાઢી અવાજ ના આવે એમ ધીમે-ધીમે ખાવા લાગી . ચોથા ધોરણમાં ભણતી રીટાએ પહેલી વાર ભાખરી ચોરીને પેટિકોટમાં મૂકી હતી .એને ભાખરી બહુ ભાવે .કારણકે રોજ સાંજે ખાવામાં ખીચડી શાક કે એવુ જ હોય . મીઠું નાખેલી ભાખરી રીટાને પૂરી જેવી લાગતી પણ જમતી વખતે કુલ આઠ આંખોથી ડરતી રીટા ગમતી વસ્તુ પેટ ભરીને ખાઈ પણ ન શકતી .ખૂબ ડરતી એ આઠ આંખોથી , બે મોટી બહેનોની ચાર.... ,અને મા-બાપની ચાર...!