બીજે દિવસે, ૧૭મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પહેલો પ્રશ્ન પૂછ્યો: “આજે આપણે શું કરવાનું છે?” “કપ્તાન કહે તે,” ખબરપત્રીએ જવાબ આપ્યો. અત્યાર સુધી ઇજનેરના સાથીઓએ કુંભારનું કામ કર્યું હતું. હવે તેમને ધાતુ ગાળનારા બનવાનું હતું. પરમ દિવસે તેઓ ગુફાથી સાત માઈલ દૂર આવેલી ભૂશિર સુધી ગયા હતા. ત્યાં જ્વાળામુખી પર્વતમાંથી નીકળેલ લાવારાસના ગાથા જામી ગયા હતા. તેમાં બીજાં ખનીજ તત્વો સાથે ધાતુઓ પણ દેખાતી હતી.