ડ્યુઅલ કેમેરાફોનની સમજવા જેવી ટેક્નોલોજી

(17)
  • 3.6k
  • 1
  • 1.4k

મોબાઇલ ફોનમાં ડ્યુઅલ કેમેરાને સામાન્ય લોકોએ સ્વીકાર્યું કારણ,કે હાઈ બજેટ DSLR ખરીદવા મધ્યમ વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ હોય છે. આ મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા હોવાથી મોબાઇલનો મોબાઇલ અને કેમેરાનો કેમેરો થઈ જાય. તેથી એક બજેટમાં ફોટોગ્રાફીનો શોખ પણ પૂરો કરી શકાય અને સારો એવો સ્માર્ટફોન પણ હોય. મુખ્ય રૂપથી આ ફોટોગ્રાફીના શોખએ ભારે સરાહના કરી આ ડ્યુઅલ કેમેરા સિસ્ટમની. સામાન્ય રીતે તો ડ્યુઅલ કેમેરા આંખની જેમ વર્તે છે. જે રીતે આપણી આંખોની સિસ્ટમ છે એ જ રીતે ડ્યુઅલ કેમેરાની સિસ્ટમ છે. ડ્યુઅલ કેમેરા મોબાઇલમાં ૨ લેન્સ આવેલા હોય છે. જે પૈકી એક લેન્સ સામાન્ય વસ્તુનો ચિત્ર લેવામાં મદદ રૂપ થાય છે.