પુનર્જન્મ (The joy Of Giving)

(49)
  • 4.2k
  • 7
  • 1.1k

કપિલા સાવ નિર્જીવ થઈ ગઇ હોઇ એમ ICU ની બાહર ફસડાઈ ગઇ...ચેહરો ભાવવિહીન હતો.. શૂન્યતા આંખો મા વ્યાપેલી હતી... સામે રાખેલા ઠાકુરજી ની મુરત સામે સળગતા દિવા ની જ્યોત ને બસ એની નજર એકીટશે જોતી હતી...આંખો માં થી ગંગા ના વહેણ ની જેમ આંસુ વહેતા હતાં...એનાં વાળ વિખરાયેલા હતાં..એનૉ ચેહરો જોઇ ને જ સમજાતું હતુ કે એને ૨ દિવસ થી એક કોળિયો પણ મોઢા માં નાખ્યો નથી...હાર્દિક કુમાર પણ  ત્યાંજ ઉભા હતા..પોતે સ્વસ્થ હોવા નૉ ઢોંગ કરતા હતા એ એમનાં હાવભાવ પર થી ચોખ્ખું માલુમ પડતું હતુ...દિકરી..જેને ૫ દિવસ પછી ધામધૂમ થી વળાવા ની હતી એ આજે જીવન અને મૃત્યુ