કયો લવ ? ભાગ (૪૮ ) તે ધ્યાનથી વિચારવા લાગી. મનોમન એણે સતત એક જ્ઞાત થતું રહેતું કે તેનો પિરીયડ પણ લાસ્ટ મન્થ થયો ન હતો. તેમ જ આ મન્થની પણ ડેઈટ ચાલી ગઈ હતી. એણે અનુમાન લગાડી દીધું અને દ્રઢથી બડબડી, “ ઓહ્હ નો !! હું પ્રેગનન્ટ....” “ઓહ્હ .....!! આ બધું જ મને પહેલા વિચારવા જોઈતું હતું. પરંતુ હું વિચારી કેમ ના શકી ત્યારે...? કેમ વિચારી ના શકી ત્યારે...!!” પ્રિયા પોતાને જ સવાલો પૂછીને પોતાના દિમાગ પર ભાર આપતી હતી કે તે રાત્રે શું થયું હતું? સવારથી ઉઠી ત્યારથી જ એનું મન બેચેન બની અનેકો વિચારોથી ઘેરાઈ રહ્યું.