રિસેપ્શન પરથી ચાવીઓ લઈ અમે બધા લિફ્ટ તરફ આવ્યા અમારા રૂમ સેકન્ડ ફ્લોર પર હતા, ત્રણેય રૂમ બાજુબાજુમાં જ હતા, અમે રૂમમાં જઈ ફ્રેશ થઈને ડિનર માટે મળવાનું નક્કી કર્યું, અડધી કલાકમાં ફ્રેશ થઈને બધા નીચે જમવા માટે આવી ગયા, અમે એક ફેમિલી ટેબલ પર બધા ગોઠવાયા, ફ્રેશ ઓરેન્જ જ્યુસ વડે અમારું વેલકમ કરવામાં આવ્યું, મને ખુબ ભૂખ લાગી હતી કારણકે બપોરે મેં થોડુંક જ ખાધું હતું, મેં ક્રિશ માટે થઈને ગુજરાતી થાળી ઓર્ડર તો કરી હતી પણ મને તેની ટેસ્ટ બિલકુલ સારો નૉહતો લાગ્યો, આથી મેં મેનુ કાર્ડ હાથમાં લીધું અને જોવા લાગી કે અહીં શુ શુ વેરાઈટી મળે છે. દસ મિનિટ મેનુ જોયા બાદ છેલ્લે મેં મારી ચોઇસ મારા ઓલટાઇમ ફેવરિટ ચાઈનીઝ પર ઉતારી, બાકી બધાએ પણ તેમની પસંદ મુજબ ઓર્ડર કર્યું અને...